મહારાષ્ટ્ર: મુંબઈ (Mumbai) માં જેએનયુ (JNU) માં થયેલી હિંસા વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શનોમાં એક એવું પોસ્ટર જોવા મળ્યું જેણે રાજકીય ભૂકંપ સર્જી દીધો. આ પોસ્ટમાં મોટા મોટા અક્ષરોએ લખ્યું હતું 'FREE KASHMIR'. આ પોસ્ટરની ફક્ત ભાજપ જ નહી, પરંતુ કોંગ્રેસેના નેતાઓએ પણ ટીકા કરી છે. ફિલ્મ જગતની હસ્તીઓએ પૂછ્યું કે આ પોસ્ટરનું આવા પ્રદર્શનમાં શું કામ છે? મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis)  ઉદ્ધવ સરકારને આડે હાથ લીધી તો કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે પણ સવાલ કર્યાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

JNU હિંસાની વિરુદ્ધમાં મુંબઈમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન, જોવા મળ્યું 'ફ્રી કાશ્મીર'નું પોસ્ટર


જેએનયુ (JNU) માં થયેલી હિંસાના વિરોધમાં ફ્રી કાશ્મિર (Free Kashmir) ના પોસ્ટર પર મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે વર્તમાન સરકારને સવાલોના ઘેરામાં મૂકીને પૂછ્યું કે શું તેમને ફ્રી કાશ્મીર ભારત વિરોધી અભિયાન સહન થાય છે? દેવેન્દ્ર ફડણવીસે ફ્રી કાશ્મીરના પોસ્ટરવાળા વીડિયોને ટ્વીટ કરીને લખ્યું કે આ કઈ વાતનું પ્રદર્શન છે? ફ્રી કાશ્મીરના નારા કેમ લગાવવામાં આવી રહ્યાં છે? આપણે મુંબઈમાં આ પ્રકારના ભાગલાવાદી તત્વોને કેવી રીતે સહન કરી શકીએ?


JNU હિંસા: વાયરલ થઈ રહેલી યુવતીને ZEE ન્યૂઝે શોધી, સામે આવ્યું સત્ય


આ બાજુ કોંગ્રેસના નેતા સંજય નિરુપમે પણ આ ફ્રી કાશ્મીરના પોસ્ટર પર આપત્તિ જતાવી. તેમણે ટ્વીટ કરીને  કહ્યું કે આવા પોસ્ટરો દેશમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને બદનામ કરી શકે છે. નિરૂપમે કહ્યું કે આંદોલનકારીઓએ સાવધાની રાખવી  પડશે. જેએનયુ હિંસાને કાશ્મીરની આઝાદી સાથે શું મતલબ છે? સંજય નિરૂપમે ટ્વીટ કરી કે આવા પોસ્ટરો દેશભરમાં ચાલી રહેલા વિદ્યાર્થી આંદોલનને બદનામ કરી શકે છે. આંદોલનને ભ્રમિત કરી શકે છે. આંદોલનકારીઓએ સાવધાની વર્તવી પડશે. #JNUVoilenceને કાશ્મીરની આઝાદી સાથે શો મતલબ? કોણ છે આ લોકો? કોણે ગેટવે ઓફ ઈન્ડિયા પર મોકલ્યા આ લોકોને? સારું એ રહેશે કે સરકાર તેની તપાસ કરાવે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....